std 7 science chapter 1: વનસ્પતિમાં પોષણ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પ લખો.
(1)ફાફડાથોર પ્રકાશસંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા કરે છે?
(A) પર્ણ (B) પ્રકાંડ (C) મૂળ (D) એક પણ નહિ
(2) બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે.
(A) કીટાહારી (B) સ્વયંપોષી (C) મૃતોપજીવી (D)પરોપજીવી
(3) પર્ણરંધ્રોની રચના કયા કોષો દ્વારા થાય છે?
(A) સ્થૂલકોણક કોષો (B) વાહક કોષો (C) ઘ્ઢોતક કોષો (D) રક્ષક કોષો
(4) વનસ્પતિનાં કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે?
(A) પ્રકાંડ (B) પર્ણ (C) મૂળ (D) એક પણ નહિ
(5) સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે?
(A) કાર્બન ડાયોકસાઈડ (B) સૂર્યપ્રકાશ (C) ક્લોરોફિલ (D) આપેલ તમામ
(6) કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે?
(A) ઓક્સિજન (B) કાર્બન ડાયોક્સાઈડ (C) નાઇટ્રોજન (D) હાડ્રોજન
(7) નીચેનામાંથી કયું વાક્ય/વાક્યો સાચાં છે?
(I) દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે.
(II) મોટાભાગે પ્રાણીઓ સ્વાવલંબી હોય છે.
(III) પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઈડ જરૂરી નથી.
(IV) પ્રકાશસંશ્લેષણ દરમ્યાન ઓક્સિજન મુક્ત થાય છે.
(A) (I) અને (II) (B) માત્ર (III)
(C) (II) અને (III) (D) (I) અને (IV)
(8) પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા કાચ। પદાર્થો હવામાંથી મળે છે?
(A) ઓક્સિજન (B) કાર્બન ડાયોક્સાઈડ (C) નાઇટ્રોજન (D) હાડ્રોજન
2. ખાલી જગ્યા પૂરો.
(9) પરોપજીવી પ્રકારની પોષણપદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે. (મૃતોપજીવી, સ્વાવલંબી, પરોપજીવી)
(10) પર્ણમાં રહેલા સ્ટાર્સની હાજરીની તપાસ આયોડિન ના ઉપયોગથી થઈ શકે છે. (આયોડિન, સેક્રેનીન,મિથિલીન બ્લૂ)
(11) સૂર્યશક્તિનું શોષણ હરિતકણ રંજકકણ કરે છે. (ત્રાકકણ,શ્વેતકણ, હરિતકણ)
(12) રાઈઝોબિયમ બેક્ટરિયામાં સહજીવી પોષણ જોવા મળે છે. (પરોપજીવી, મૃતોપજીવી, સહજીવી)
(13) ખનીજ તત્વોનું _મૂળ_દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન _પર્ણ_સુધી થાય છે. (મૂળ અને પર્ણ, પ્રકાંડ અને મૂળ, મૂળ અને પુષ્પો)
3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
(14) પર્ણમાં કયા પદાર્થની હાજરીના કારણે પ્રકાશસંશ્લેષણ થાય છે?
જવાબ: પર્ણમાં હરિતકર્ણ (હરિતદ્રવ્ય) ની હાજરીના કારણે પ્રકાશસંશ્લેષણ થાય છે.
(15) કાગડા અને ભેંસ વચ્ચે કયાં પ્રકારનું સહજીવન જોવા મળે છે?
જવાબ:ભેંસના શરીર પર રહેલ જીવજંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે.
(16) કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે?
જવાબ:રાઈઝોબીયમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે.
(17) વનસ્પતિનાં પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો.
જવાબ:વનસ્પતિમાં પર્ણ સિવાય બીજા પ્રકાંડ અંગ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે. ઉદાહરણ તરીકે ફાફડાથોર.
(18) વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે?
જવાબ:વનસ્પતિ સીવાય લીલ સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે.
(19) પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે?
જવાબ: ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે.
(20) કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે?
જવાબ: કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્યો તત્વો મેળવે છે.
(21) રણપ્રદેશમાં ઊગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે. સમજ આપો.
જવાબ: રણપ્રદેશમાં ઊગતી વનસ્પતિને રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે. તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીની વધુ જરૂર પડે એ માટે રણમાં પાણી ઓછું હોવાથી.
(22) જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કર્યા કયાં પોષકતત્વો જરૂરી છે?
જવાબ: જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર વગેરે જેવા પોષક દ્રવ્યો જરૂરી છે.
4. નીચેના પ્રશ્નોના ટૂંકમાંજવાબ આપો.
(23) નીચેનું કોષ્ટક પૂર્ણ કરો.
(24) જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે?
જવાબ: કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઈઝોબીયમ નામનાં બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
(25) કોઈ પણ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો?
જવાબ: કોઈપણ વનસ્પતિના પર્ણમાં લઈ તેને સાફ કરી પછી તે પર્ણમાં આયોડિન ના બે-ત્રણ ટીપાં નાખી તેનો રંગ તપાસો જો રંગ ભૂરો કાળો થાય છે તો તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે.
(26) માઈક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલ પર્ણરંદ્રની ઓળખ કરો અને તેની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
(29) સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે?
જવાબ: સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.
(31) રક્ષકકોષો દ્વારા આવરિત છિદ્રોને શું કહે?
જવાબ: રક્ષકકોષો દ્વારા આવરિત છિદ્રોને પણરંધ્ર કહે છે
No comments:
Post a Comment