Gujarati Lok gayak ane kalakaro
હેમંત ચૌહાણ:
ગુજરાતી ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણનો જન્મ ઈ. સ. 1955માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજનક્ષેત્રે છે. તેમણે ગુજરાતી ભજન - સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. એક યશસ્વી ગાયક તરીકે, હારમોનિયમ, સિતાર તેમજ એકતારો તાનપુરો પણ વગાડી જાણે છે. હિન્દી ભજનનાં પણ કેટલાંક આલ્બમો તેમનાં બહાર પડેલાં છે. તેમને ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર તેમજ અકાદમી રત્ન પુરસ્કાર પ્રાત થયા છે. તેમણે યૂએસ.એ, યુ.કે., જાપાન, ક્રાન્સ જેવા દેશોમાં કાર્યક્રમો આપીને, આપણી સંસ્કૃતિ - સંસ્કારનો બહોળો ફેલાવો કર્યો છે.
અરવિંદ બારોટ:
તેમનો જન્મ 28મી ઑગસ્ટ,1952ના રોજ ભાવનગરમાં થયો. તેમનું વતન સાવરકુંડલા છે, પરંતુ તેમનું બાળપણ સૌરાષ્ટ્રના ગોપનાથ પાસે આવેલા પીથલપુર ગામમાં વીત્યું. અરવિંદ બારોટ કોઈ એક ઓળખમાં બાંધી શકાય તેવું નામ નથી. સરસ્વતીદેવીએ તેમના પર બારેય હાથે કૃપા વરસાવી છે. તેમણે ગુજરાતીમાં, 8000 થી વધુ ફિલ્મ-બિન-ફિલ્મી ગીતો ગાયાં છે, જેમાંથી તેમણે જાતે જ ઘણા ગીતો લખ્યા છે. 150થી વધુ ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. તેમણે ફિલ્મ 'દિકરી નો માંડવો’ માં મોના થિબા સાથે મુખ્ય અભિનેતા તરીકે પણ કામ કર્યું છે. ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મમાં ગીતકાર, સંગીતકાર અને પાર્શ્વગાયક તરીકે કામ કર્યું હતું, જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મોમાંની
હેમુ ગઢવી:
હેમુભાઈ ગઢવી એ ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હતાં. તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢાંકણીયા ગામે 4 સપ્ટેમ્બર 1929 નાં દિવસે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું. લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ 14 વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને 12 રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે " ગામડુ મુજને પ્યારૂં ગોકુળ" પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા.
No comments:
Post a Comment