Lagna Geet Lyrics
પ્રથમ શ્રી ગણેશ બેસાડો || Pratham Shree Ganesh Besado Lyrics || Lagna Geet Lyrics
પ્રથમ શ્રી ગણેશ બેસાડો રેં મારા ગણેશ દુંદાળા,
ગણેશ દુંદાળા ને વાને રૂપાળા (2)
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા
પ્રથમ શ્રી ગણેશ,........
તેત્રીશ કરોડ દેવતા સીમડીએ આવ્યા (2)
હરખ્યા છે ગોવાળોના મનડાં રે,મારા ગણેશ દુંદાળા,
પ્રથમ શ્રી ગણેશ,........
તેત્રીશ કરોડ દેવતા પાદરે આવ્યા (2)
હરખ્યા છે પનિહારી મનડાં રે,મારા ગણેશ દુંદાળા,
પ્રથમ શ્રી ગણેશ,........
તેત્રીશ કરોડ દેવતા ડેલીએ આવ્યા (2)
હરખ્યા છે ઢોલીડા મનડાં રે,મારા ગણેશ દુંદાળા,
પ્રથમ શ્રી ગણેશ,........
તેત્રીશ કરોડ દેવતા માંડવડે આવ્યા (2)
હરખ્યા છે વર કન્યાના મનડાં રે,મારા ગણેશ દુંદાળા,
પ્રથમ શ્રી ગણેશ,...
આવી રુડી મોસાળાની છાબ || Aavi Rudi Mosada Ni Chhab Lyrics || Lagna Geet Lyrics
આવી રુડી મોસાળાની છાબ,..
મામેરા લાવ્યાઘણા હોંશથી રે લોલ (2)
મામા લાવ્યા હીરાનો સેટ (2)
મામીએ આપ્યા રૂડા હેતથી રે લોલ
આવી રુડી મોસાળાની છાબ,..
માસી લાવ્યા સોનાનો હાર (2)
એમણે ઘડાવ્યા મોંઘા મુલના રે લોલ
આવી રુડી મોસાળાની છાબ,..
પહેરો પહેરો બેનીરે આજ (2)
અમર રહે ચૂડી ચાંદલો રે લોલ
આવી રુડી મોસાળાની છાબ,..
લાડકડીના લગનિયાં લેવાય || Ladakdina Laganiya Lyrics || Lagna Geet Lyrics
લાડકડીના લગનિયાં લેવાય રે...
ને હૈયે હરખ ન માંય,... રે...
અમ ઘેર અવસરીયો ઉજવાય રે..
ને હૈયે હરખ ન માંય,... રે..
લાડકડીના...
પેલા પેલા ગણપતિ સ્થપાય,..રે..
ગણપતિના પૂજન પાઠ મડાંય રે..
વેલાવેલા વિઘન કરજો વિદાયરે..
લાડકડીના...
લગન એતો જબરો યગન કેવાયરે,
આઅવસરિયે ગીતમધુરા ગવાયરે,
કંકુકેસર ચોખાના સાથિયા પુરાય રે,
લાડકડીના...
શુભ અવસર ઘર આયો || Shubh Avsar Ghar Aayo Lyrics || Lagna Geet Lyrics
શુભ અવસર ઘર આયો,
આવોજી મારા ગણપતિ દેવા,
મંગળ કુશળ સજાવો,
આવોજી મારા ગણપતિ દેવા,
પ્રથમ નિમંત્રણ તમને ભગવાન,
રિદ્ધિ સિદ્ધિ સંગ હોવે ઘેર ભગવાન,
(2) અબ નહિ દેર લગાવો (2)...હો...હો...
આવોજી મારા ગણપતિ દેવા,
શુભ અવસર ઘર આયો,
પાવન અવસર આવ્યો ગજાનંદ,
ખુશિયાં સારી આજ ઘર આંગન,
સંપન્ન કારજ કર જાઓ,
આવોજી મારા ગણપતિ દેવા,
શુભ અવસર ઘર આયો,
કંકુ છાંટી કંકોતરી મોકલી|| Kanku chhanti kankotri Lyrics || Lagna Geet Lyrics
કંકુ છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડીનું નામ રે
માણેકથંભ રોપિયો
કેસર છાટી કંકોતરી મોકલી
એમાં લખિયું લાડકડાનું નામ રે
માણેકથંભ રોપિયો
પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી
કાકા હોંશે ભત્રિજી પરણાવો રે
માણેકથંભ રોપિયો
બીજી કંકોતરી મામા ઘેર મોકલી
મામા હોંશે મોસાળુ લઈ આવો રે
માણેકથંભ રોપિયો
કંકુ છાટી કંકોતરી મોકલી
કેસર છાટી કંકોતરી મોકલી
કંકુ છાટી કંકોતરી મોકલી
મુલુવા ની માળ મોર બજે રે,
સાસરાના ઘરની મહેફિલ લાગે રે.
No comments:
Post a Comment