gseb solutions class 9 social science chapter 2 in gujarati

 

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય Class 9 GSEB Solutions Social Science Chapter 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ

1.નીચેના પ્રશ્નોના જવાબ આપો.

૧. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918)નાં પરિબળો લખો.
જવાબ:  આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્ચયુદ્ધનો સમાવેશ થાય છે. વિશ્વયુદ્ધ કોઈ એકાદ- બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું. તેની પાછળ અનેક પ્રકારનાં કારણો જવાબદાર હતાં. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ, 1914ના રોજ થયો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાંસને પરાજય આપ્યો. તેથી ફ્રાંસને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી (ઈ.સ. 1871). તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું. આમ, ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. આમ, એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધનાં બીજ રોપાઈ ગયાં હતાં.

(1) આર્થિક પરિબળ: 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું. તે પોતાનાં સંસ્થાનોનું. આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીની છેલ્લી પચીસીમાં જર્મનીએ એશિયા અને આક્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાંસની તુલનામાં સસ્તો માલ આપવા માંડયો. તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સનાં બજારો આ રીતે તોડવા માંડ્યાં. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લૅન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી.

(2) લશ્કરવાદ: યુરોપનાં રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્ત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવાં કેટલાંક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. સ્વરક્ષણનાં બહાનાં નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું. આમ, લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતાં યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું.

(3) જૃથબંધી-ગુષ્ત સંધિઓ: પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું : એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ; બીજી બાજુએ ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્ત્વનું પરિબળ બન્યું હતું.

(4) ઉગ્રરાષ્ટ્રવાદની ભાવના: બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા; પરંતુ ત્યાર બાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાનાં રાષ્ટ્રોનાં હિતો ટકરાવા લાગ્યાં. યુરોપનાં અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો ઉપગ્રરાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્ત્વાકાંક્ષી અને “વિશ્વ પ્રભુત્વ'ની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી.

(5) વર્તમાનપત્રોનો ફાળો : યુરોપનાં રાષ્ટ્રોનાં વર્તમાનપત્રોના પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠાં લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તાસ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે.

(6 )યુદ્ધ અંગેનું તત્ત્વજ્ઞાન: યુરોપમાં હવે “યુદ્ધ એ જ કલ્યાણ” નીતિએ જોર પકડ્યું. ટ્રિટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત ક્યા કે, “શક્તિમાનને જ જીવવાનો હક છે.” તથા “યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે.” નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને “પવિત્ર કાર્ય”

૧. પ્રથમ વિશ્વયુદ્ધ નાં પરિણામો જણાવો.
જવાબ: પ્રથમ વિશ્વયુદ્ધ નાં તાત્પકાલિક પરિણામો નીચે મુજબ હતાં:

(1) જાનમાલની હાનિ:  લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો.

(2) સામાજિક પરિવર્તન : વિશ્વનાં દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની ચાર દીવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી-મતાધિકારની
માંગ ઊઠી. યુદ્ધ દરમિયાન જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટયું હતું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી.

(3) વર્સેલ્સની સંધિ (જૂન 1919) : પ્રથમ વિશ્ચયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્રરાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. ત્યાર બાદ મિત્રરાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે “શાંતિ પ્રક્રિયા' હાથ ધરી તેમાં 58 જેટલાં કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેહ્સના શીશમહેલ (મિરર પેલેસ)માં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ. વર્સેલ્સની આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ હતી  (1) પ્રાદેશિક વ્યવસ્થા (2) લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ (3) યુદ્ધમાં વળતરના હપતાની ગોઠવશી અને યુદ્ધદંડ (4) અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્દો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઈટાલીના ઓરલેન્ડોએ મહત્ત્વની કામગીરી કરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. તેના રુહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યાં. તેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી, તેમજ ખનીજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટા ભાગનાં સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દરવર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું.

(4) દૂરગામી પરિણામ : યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ. સ્થાપી શકાઈ નહિ. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંથમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંથમાં જોડાયું નહિ. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય.

2. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

1. પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ કઈ સંધિમાં વવાયાં હતાં?
A. વર્સેલ્સની સંધિ
B. ફ્રેન્કફર્ટની સંધિ
C. ફ્રાન્સ અને બ્રિટનની સંધિ
D. જર્મની અને હંગેરીની સંધિ
જવાબ:  B. ફ્રેન્કફર્ટની સંધિ

2. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી?
A. વર્સેલ્સની સંધિ
B. ગુપ્તસંધિ
C. લેટર્નની સંધિ
D. ફ્રેન્કફર્ટની સંધિ
જવાબ: A. વર્સેલ્સની સંધિ

3. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા?

A. ડેન્કિંગ પ્રદેશો
B. આલ્સેસ અને લૉરેન્સના પ્રદેશો
C. પશ્ચિમ રશિયાના પ્રદેશો
D. ઇંગ્લેન્ડના પ્રદેશો
જવાબ: B. આલ્સેસ અને લૉરેન્સના પ્રદેશો

No comments:

Post a Comment