ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય Class 9 GSEB Solutions Social Science Chapter 1:
નીચેના પ્રશ્નોના જવાબ લખો:
1) ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા?
જવાબ: ડેલહાઉસીનાં સુધારાવાદી કાર્યો નીચે મુજબ હતાં:
ભારતમાં રેલવેની શરૂઆત કરી. તેના સમયમાં ઈ. સ. 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તારવ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળલગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા-પુનર્લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી.તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપર્યુક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે, ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો.
2) ડેલડાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતાં કયા રાજ્ય ખાલસા કર્યા હતા ?
જવાબ: ડેલડાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતાં સતારા,સંબલપુર, ઉદેપુર, ઝાંસી, બઘાત, નાગપુર રાજ્યો ખાલસા કાર્ય હતાં.
3) ભારતમાં 'ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા' કંપનીએ કયા પ્રદેશમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી
જવાબ: ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ચંદ્રનગર, માહે, કરાઇકલ, પોંડીચેરી જેવા પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી.
4) વેલેસ્લીની 'સહાયકારી સૈન્ય' યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી?
જવાબ: આ યોજના એક “મીઠા ઝેર સમાન' હતી કારણકે આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો' ઇનકાર થતાં કંપની (અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસુર ઉપર (1799) આક્રમણ કર્યું. આ ચોથા મૈ મૈસુર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો, સામે લડતાં લડતાં મૃત્યુ પામ્યો
5)ટૂંક નોધ લાખો: પ્લાસીનું યુદ્ધ
જવાબ: બંગાળના નવાબ સિરાજઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ ઈ. સ. 1757 માં થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાને પોતાના વેપારીમથક ફૉર્ટ વિલિયમ (કોલકાતા) ની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજઉદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો. આથી તેણે એ કિલ્લેબંધી છે તોડી નાખી. આ સમાચાર મળતાં ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને છે મદદ કરવા રૉબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ-ઉદ્દૌલાને હરાવી શકે તેમ નહોતા. તેથી તેમણે સિરાજ-ઉદ્દોલાને હરાવવા કાવતરું ઘડ્યું. રૉબર્ટ ક્લાઈવે નવાબના સેનાપતિ મીરજાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યારપછી રૉબર્ટ ક્લાઈવે, બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી, તેની સામે ઈ. સ. 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ-ઉદ્-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ.
2. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
1. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
(A) કોલંબસે
(B) પ્રિન્સ હેનરીએ
(C) વાસ્કો-દ-ગામાએ
(D) બાર્થોલોમ્યુ ડાયઝે
જવાબ: C. વાસ્કો-દ-ગામાએ
2. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?
(A) વેલેસ્લીના
(B) ડેલહાઉસીના
(C) વૉરન હેસ્ટિંગ્સના
(D) વિલિયમ બેન્ટિકના
જવાબ: B. ડેલહાઉસીના
3. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) 1757માં પ્લાસીનું યુદ્ધ થયું.
(B) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.
(C) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
(D) બંગાળાના નવાબ સિરાજ-ઉદ-દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો.
જવાબ: (C) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
(4) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ?
(A) વૉરન હેસ્ટિંગ
(B) વેલેસ્લી
(C) ડેલહાઉસી
(D) કેનિંગ
જવાબ: (A) વૉરન હેસ્ટિંગ
(5) અંગ્રેજોએ ત્રીજો મૈસુર વિગ્રહ કોની સાથે કર્યો ?
(4) ટીપુ સુલતાન
(8) મરાઠા
(૯) નિઝામ
(0) હૈદરઅલી
જવાબ: (4) ટીપુ સુલતાન
ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન (અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના)
ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝ (ફિરંગી) પ્રજા આવી. સો વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલૅન્ડના ડચ (વલંદાઓ) અને ડેન્માર્કની (ડેનિશ) પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. ઇંગ્લૅન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈ.સ. 1600માં ઇંગ્લૅન્ડના રાણી ઈલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતાં 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું; પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહિ. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુધલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતાં સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી (વેપારી મથક) સ્થાપી (1613). શરૂઆતનાં વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા; પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતાં કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા જ્યાં તેમણે મછલીપટ્ટમ (આંધ્રપ્રદેશ), સેન્ટ જ્યોર્જ (ચેન્નઈ) અને ફોર્ટ વિલિયમ (કોલકાતા)માં કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે વડુંમથક સ્થાપ્યું (1687).
1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. જેણે સમય જતાં માહે, કરાઇક્લ, પોંડીચેરી (પુડુચેરી), ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. અઢારમી સદીમાં અંગ્રેજો અને ફ્રેંચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતમાં (1746થી 1763 દરમિયાન) આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા ત્રણ કર્ણાટક વિગ્રહો થયા. જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્યવિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ, સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યાં, જ્યારે ફ્રેંચો પાસે ચંદ્રનગર, માહે, કરાઇક્લ, પોંડીચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી.
પ્લાસીનું યુદ્ધ
પ્લાસીનું યુદ્ધ
બંગાળમાં સિરાજ-ઉદ્દ-દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણનાં બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી; પરંતુ નવાબ સિરાજ-ઉદ્-દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ (ચેન્નઈ) પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતાં રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડ્યંત્ર ધડી કાઢવામાં આવ્યુ. જેમાં સેનાપતિ મીર જાફર, શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું.
9 પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757ના રોજ લડાયું.
9 પ્લાસીનું મેદાન મુર્શેદાબાદ (પ.બંગાળ)થી આશરે 38 કિમીના અંતરે આવેલ છે.
પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. સિરાજ-ઉદ્-દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચોવીસ પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળાનોનવાબ બનાવવામાં આવ્યો. આમ, પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો (1757).
બકસરનું યુદ્ધ
અંગ્રેજોએ મિરજાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદાં જુદાં બહાનાં નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીરજાફરને ખસેડી મીર કાસીમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસીમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસીમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસીમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસીમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ
શાહઆલમ આવ્યો હતો. આથી, ત્રણેયે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બકસર મુકામે સંયુકત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું (22 ઓક્ટોબર, 1764). જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
કંપની શાસનનો વિકાસ
અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો (ઈ.સ. 1773). જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ-મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન રે. હેસ્ટિંગસ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે “પ્રથમ મરાઠા વિગ્રહ' અને મૈસુરના હૈદરઅલી સાથે “દ્વિતીય મૈસુર વિગ્રહ' થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. વૉરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં “મૈસુરના વાઘ' તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસુર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની હઝ ફરજ પડી.
કોર્નવોલિસ બાદ સર જહોન શોર ગવર્નર જનરલ બન્યો. તેશે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી, જહોન શૉર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે :
કંપની શાસનની આર્થિક અસરો
જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો તે કંપની શાસનનાં 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લૅન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું (1708થી 1756); પરંતુ દ્િમુખી શાસનપદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ.
કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લૅન્ડના ઉદ્યોગોને વિક્સાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતરસમ અપનાવી. જેથી ભારતના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળાના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇન્કાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી.
કંપનીના આગમન પહેલાં ભારતનાં ગામડાં સ્વાવલંબી અને સમૃદ્ધ હતાં જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યાં.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ-થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ), કોલકાતા જેવાં મહાબંદરોનો વિકાસ પણ થયો.
કંપની શાસનની સામાજિક અસરો
બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણીસ્વાતંતર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા જેમાં સતીપ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળલગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહનરાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સલુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ (ચેન્નઈ), કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ.
અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો.
ઉપસંહાર
આમ, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી-નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો.
No comments:
Post a Comment