std 6 vigyan ch 2 swadyay pothi solution

GSEB dhoran 6 vigyan ch 2 વસ્તુઓના જૂથ બનાવવાં swadyay pothi solution 

  1. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો: 
 (1) નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ ક્યો છે? 
 દૂધ 
 દહી 
 માખણ 
 ગુલાબજાંબુ 
  જવાબ: ગુલાબજાંબુ 

 (2) નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? 
 ફટકડી 
 સાકર 
 લોખંડનો ભૂકો 
 મીઠું 
 જવાબ: લોખંડનો ભૂકો 

(3) મોટરકારનો આગળનો કાચ કેવો હોય છે? 
 પારદર્શક 
 અપારદર્શક 
 પારભાસક 
 આપેલા ત્રણેય 
 જવાબ: પારદર્શક

(4) નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગકેરણ કરો :
(ડોલ, ઈટ, સાઈકલનું ટાયર, રૂદ્રાક્ષનો મણકો, મોબાઇલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, ટુવાલ, સાઈકલતી ટ્યૂબ, રકાબી, અનનાસ)

જવાબ: 
લીસા પદાથ :ડોલ, મોબાઇલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાઇકલની ટયુબ, રકાબી.

ખરબચડા પદાર્થો : સાઈકલનું ટાયર, રુદ્રાક્ષનો મણકો, ટુવાલ, સીતાફળ
(5). નીચે આપેલ પદાર્થોનું સખત પદાર્થો અને નરમ પદાર્થોમાં વર્ગીકરણ કરો. 
(લાકડું, રૂ, વાદળી, પથ્થર, કાચ, મીણબત્તી) 

જવાબ: 
સખત પદાર્થો :- પથ્થર, મીણબત્તી, કાચ , લાકડું 
નરમ પદાર્થો :- વાદળી, રૂ

પ્રશ્ન : 2 નીચેના શબ્દોની સમજ સ્પષ્ટ કરો. 
(5) દ્રાવ્ય: કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઇ જાય છે અથવા ઓગળી જાય છે તો આવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય કહેવાય છે. 
(6) અદ્રાવ્ય: કેટલાક પદ્દાર્થો પાણીમાં મીશ્રીત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી તો આવા પદાર્થો અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે. 
(7) પારભાસક: જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઇ શકાય, પણ સ્પષ્ટ રીતે નહિ તેમને પારભાસક પદાર્થ કહેવાય છે

પ્રશ્ન : 3 નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો.

(8) વેપારીઓ વેચાણ ટેબલપર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે તે ઘટના સમજાવો. 
જવાબ: કારણ કે ખોલ્યા વગર જ વસ્તુ જોઈ શકાય છે. આથી તેના સમયનો બચાવ થાય અને ગ્રાહકે માંગેલ વસ્તુ સરળતાથી આપી શકે છે. 
(9) “સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય” આ વિધાન સમજાવો. 
જવાબ: કારણ કે હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. હવા પારદર્શક હોવાથી આપણે કોઇ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. હવામાં ઓક્સિંજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઈટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે કક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય,

પ્રશ્ન : 4 નીચેના વિપ્રશ્નોનાં માગ્યા મુજબ જવાબ આપો.

(10) તમારા આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થનાં ચાર-ચાર ગુણધર્મો જણાવો. 

પદાર્થ:- પાણી 
ગુણધર્મો:- તે પ્રવાહી અને ઘન સ્વરૂપે હોય છે. તે રંગવિહિન છે. તે ગંધવિહિન છે. તે પારદર્શક છે. 
પદાર્થ:- હવા 
ગુણધર્મો:- તે વાયુ સ્વરૂપે હોય છે. તે રંગવિહિન છે. તે ગંધવિહિન છે. તે પારદર્શક છે.

(11) તફાવત આપો: પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ.
                            પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ

(12) આપણને પદાર્થોને જુથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. 
જવાબ:વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઇથી શોધી શકીએ છીએ. દા.ત. દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો અથવા ઘોડામાં મૂકે છે જેથી કોઈ ગ્રાહક વસ્તુ માંગે કે તરત જ તેને આપી શકાય.

(13) પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના પાંચ ઉદાહરણ આપો. 
જવાબ:લોખંડનો ટુકડો, કાચ, ખીલી, પથ્થર, ઈટ.

(14) ગરિમા બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે. આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય, તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે? 
જવાબ:ખાંડ, મીઠું, યોકલેટમ દુધ, આઈસક્રીમ, કેન્ડી અથવા તો તેણે ખાંડ માંથી  બનાવેલી વસ્તુઓ લીધી હશે.

(15) કોઇ પણ બે પદાર્થો લઇ તેમનાં ચાર સમાન ગુણધર્મો અને ચાર ભિન્ન ગુણધર્મો લખો.

પદાર્થ -1: ખાંડ પદાર્થ - 2 : ચોકનો ભૂકો

સમાન ગુણધર્મો : બંને સફેદ રંગના છે. બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે. બંને પાણીમાં ડુબે છે. બંને અપારદર્શક છે.
ભિન્ન ગુણધર્મો : ખાંડ પાણીમાં દ્રાવ્ય છે. ચોકનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે. ખાંડને ખાવામાં ઉપયોગમાં લેવાય છે. ચોક લખવામાં ઉપયોગી છે.

(16) તમારા ઘરમાં મળી આવતા પદાર્થોને પારદર્શક, અપારદર્શક અને પારભાસકમાં વર્ગીકરણ કરો.
          પારદર્શક, અપારદર્શક અને પારભાસક પદાર્થો

(17) પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે? 
જવાબ:પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે. પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં જ દ્રાવ્ય કરતું હોવાથી સાર્વત્રિક દ્રાવક કહે છે. 

(18) તમે કેવી રીતે કહી શકો કે ખાંડ, મીઠું, જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે ચોક, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે. 
જવાબ:જ્યારે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જઇ સંપૂર્ણપણે અદ્રશ્ય થઇ જાય છે. માટે તે દ્રાવ્ય છે. જ્યારે લાકડાનો વહેર, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી. અદ્રશ્ય થતા નથી માટે અદ્રાવ્ય છે.

(19) “વસ્તુઓના જૂથ બનાવવા” આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલ પ્રવૃત્તિ  પ્રૉજિક્ટ વિશે માહિતી આપો. 
જવાબ:અમે શાળામાંથી વસ્તુઓ મેળવી તેને ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં ઉપરાંત પારદર્શક, પારભાસક, અપારદર્શક અને લોખંડ, પ્લાસ્ટિક, રબર વગેરે જેવા વિભાગમાં વર્ગીકરણ કરેલું છે.

5. પ્રોજેક્ટ કાર્ય 
તમારી નજીકમાં આવેલી કરિયાણાની દુકાનની મુલાકાત લઈ દુકાનમાં જે-તે જૂથમાં ગોઠવેલ વસ્તુઓ તેના કયા ગુણધર્મોને કારણે ગોઠવાયેલ છે, તેના જુદા જુદા ગુણધર્મો જાણો અને લખો.


No comments:

Post a Comment