std 6 science chapter 3 પદાર્થોનું અલગીકરણ swadhyay solution
1. નીચેના પ્રશ્ચો માટે યોગ્ય વિકલ્ય પસંદ કરી જવાબ આપો :
(1) મિશ્રણમાંથી આપણે કોઈ પદાર્થને શા માટે અલગ કરીએ છાએ?
નુકસાનકારક ઘટક દૂર કરવા.
બે જુદા જુદા ઉપયોગી ઘટકોને છૂટા પાડવા.
બિનઉપયોગી ઘટકને દૂર કરવા.
ઉપરના તમામ
(2) નીચેના પૈકી કઈ ક્રિયા માટે પવન ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ?
હાથ વડે વીણવું
અનાજનું છડવું
ઉપણવું
નિક્ષેપણ
(3) શેકેલી સીંગના દાણા અને ફોતરાં અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો?
ચાળવું
હાથ વડે વીણવું
ઉપણવું
છડવું
(૪). નીચેના કોષ્ટકમાં ખૂટતી વિગત પૂર્ણ કરો.
(5) શું તમે કોઈ એવા મિશ્રણ વિશે જાણો છો કે જેમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વ૩પના ઘટકો હોય? તેના ઉદાહરણ આપો.
જવાબ: પાઈનેપલ ટુકેડા સોડામાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય પ્રકારના ઘટકો જોવા મળે છે. જ્યાં પાઈનેપલના ટુકડા ઘન સ્વરૂપે, પાણી પ્રવાહી સ્વરૂપે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હોય છે.
(6) અનાજના લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા ચાળવું પદ્ધતિનો ઉપયોગ કરાય છે. કારણ કે...
જવાબ: કારણ કે ઘઉનો લોટ અને તેમાં રહેલો કચરો અથવા ભૂસું ઘન સ્વરૂપે હોય છે. પરંતુ તેમનું કદ અસમાન હોય છે. માટે નાના મોટા કદના છિદ્રો વાળી ચાળણી અથવા તારની જાળીનો ઉપયોગ કરીને લોટને ચાળીને તેમાંથી ભૂસું અથવા કચરું દૂર કરવામાં આવે છે.
(7) પાણીમાં રહેલ અદ્રાવ્ય ઘન કચરો (જેવા કે, રેતી, પાંદડાં વગેરે) દૂર કરવા ગાળણ અથવા નિંતારણ પદ્ધતિ યોગ્ય છે. કારણ કે..
જવાબ: ગાળણ એને નિતારણ વડે પ્રવાહીમાની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. ગાળણ પદ્ધતિમાં સ્વચ્છ કાપડ કે ગાળણ પાત્રોના ઉપયોગથી અદ્રાવ્ય કચરો ગાળણ પાત્રના ઉપરના ભાગમાં રહી જશે. જ્યારે નીચે ચોખ્ખું પ્રવાહી મળશે. જ્યારે નિતારણ પદ્ધતિમાં પ્રવાહીને સ્થિર રહેવા દેતા ઘન કચરો તળિયે બેસી જશે. અને ઉપર ચોખ્ખું પાણી મળશે માટે.
(8) છાશમાંથી પાણી ઓછું કરવા નિતારણ પદ્ધતિ ઉપયોગી છે. કારણ કે...
જવાબ: છાસ એ છાસ અને પાણીનું મિશ્રણ છે. આ મિશ્રણને લાંબો સમય સ્થિર પડ્યું રહેવા દેતા છાશના ઘટ્ટ કણો વજનમાં ભારે હોવાથી પાત્રના તળિયે બેસી જાય છે. જ્યારે પાણી ઉપર તરફ જમા થાય છે. આ ઉપર જમા થયેલ પાણીને સહેલાઈથી દૂર કરી શકાય છે. માટે છાસમાંથી પાણી દૂર કરવા નિંતારણ પદ્ધતિ ઉપયોગી છે.
(9) રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે. તમે રેતી અને મીઠું કઇ રીતે અલગ કરશો?
જવાબ: રેતી અને મીઠાના મિશ્રણને બિકરમાં નાંખી તેમાં થોડું પાણી નાખતા મીઠું પાણીમાં ઓગળી જાય છે. હવે આ મિશ્રણ માંથી રેતીને ગાળી લઇશું આ રીતે રેતી અલગ થઈ જશે. ત્યારબાદ મીઠું ઓગળેલા પાણી માંથી બાષ્પીભવન પદ્ધતિના ઉપયોગ દ્વારા મીઠાને અલગ કરવામાં આવશે. આ રીતે મીઠું અને રેતી અલગ કરી શકાય.
(10) રસોડામાં ભૂલથી રાઈના ડબ્બામાં જીરું ભળી જાય છે. આ બન્ને ઘટકોને અલગ કરવા તમે કઇ પદ્ધતિનો ઉપયોગ કરશો? શા માટે?
જવાબ: રાઇ અને જીરુને અલગ કરવા માટે ઝાટકવું પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. સુપડામાં રાઇ અને જીરુના મિશ્રણને લઈ ઝાટકતા રાઈના દાણા ગોળ આકારના હોવાથી ઝડપથી સુપડામાંથી નીચે ગબડશે. આમ રાઈ અને જીરું અલગ કરી શકાય.
જવાબ: કેરોસીન અને પાણીને પૃથ્થકરણ પદ્ધતિથી અલગ કરી શકાય કેરોસીન અને પાણીના મિશ્રણને પૃથ્થકરણ ગળણીમાં ભરી થોડો સમય સ્થિર રહેવા દો, હવે ગળણીના નીચેના ભાગે બિકર રાખી કોક ચોલુ કરો. ગળણી માંથી પૂરે પૂરું પાણી બિંકરમાં આવી જાય ત્યારે કોક બંધ કરી દેવો. ત્યારબાદ બીજા બિકરને ગળણી નીચે રાખી કોક શરૂ કરતાં બીજા બિકરમાં કેરોસીન ભરાઇ જાય છે.
(12) 'ચાળવું' અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ત્રણ ઉદાહરણ આપો.
1. લોટ ચાળવા 2. રેતી ચાળવા 3. અનાજ ચાળવા
(13) તમારા ઘરમાં “વિણવું' અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ થતા હોય તેવા ઉદાહરણો જણાવો.
જવાબ: ઘઉંમાંથી કાંકરા વીણવા શાકભાજીમાંથી બગડેલ શાકભાજી વીણવી મગકળીમાંથી કાંકરા વીણવા બગડેલ દ્રાક્ષને અલગ કરવી
(14) પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાંખતા તે ઓગળતી નથી. તો આ મિશ્રણને શંતૃસ દ્રાવણ” કહી શકાય? શા માટે?
જવાબ:ના, પાણી ભરેલા પ્યાલામાં લોખંડની ખીલી નાંખતા તે ઓગળતી નથી. આ દ્રાવણને સંતૃ્ત કહી શકાય નહીં કારણ કે ખીલી અદ્રાવ્ય છે.
(15) પાણી ભરેલા પ્યાલામાં થોડું મીઠું ઓગળ્યા પછી વધુ મીઠું ઉમેરીએ તો તે ઓગળતું નથી. આમ કેમ બન્યું હશે?
જવાબ: ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદ્યાર્થો વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગળી શકાય નહીં તેને સંતૃત દ્રાવણ કહે છે. આમ વધુ મીઠું નાખતા ઓગળતું નથી કારણ કે દ્રાવણ સંતૃસ થઈ ગયું હશે.
(16) પ્રશ્ન ક્રમાંક 15 માં કલા મુજબના દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવું હોય તો શું કરી શકાય?
જવાબઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ વધુ ઓગળી શકે છે. સંતૃપ દ્રાવણને ગરમ કરવાથી તે અસંતૃપત દ્રાવણ બને છે. માટે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમ વધુ મીઠું ઓગાળી શકાય છે.
(17) ઘઉંમાંથી કાંકરા દૂર કરવામાં આવે છે. કારણ કે..
જવાબ કોઈ પદાર્થનો ઉપયોગ કરતાં પહેલા આપણે તેમ રહેલા નુકશાન કારક કે બિન ઉપયોગી પદાર્થને અલગ કરવા જરરી છે. ઘઉંમાં રહેલા કાંકરા એ બિનજ૩રી ઘટક છે માટે ઘઉમાંથી કાંકરા દૂર કરવામાં આવે છે.
No comments:
Post a Comment