std 6 science chapter 1 swadyay solution

std 6 chapter 1 અહારના ઘટકો

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 
(1) જયને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી, તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાંની નિશાની કરો. 
(A) વિટામિનયુક્ત અને પ્રોટીનયુક્ત 
(B) કાર્બોદિતયુક્ત અને વિટામિનયુક્ત 
(C) પ્રોટીનયુક્ત, વિટામિનયુક્ત, ચરબીયુક્ત 
(D) વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનીજક્ષારોયુક્ત

(2) અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે, તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાંની નિશાની કરો. 
(A) લીલા પાંદડાવાળાં શાકભાજી 
(B) બદામ, તલ, અખરોટ 
(C) ઘઉં, બાજરી, ચોખા 
(D)નારંગી,આંબળા, લીંબુ

(3) આપેલ ડીશમાં તમારા ભોજનની નોંધ કરો.

Bhojanni nodh

(4) શું કોઈ એક ખાદ્યપદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો. 
જવાબ: હા, એક ખાદ્યપદાર્થ માં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે.
(5) સમતોલ આહાર કોને કહેવાય? તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો. 
જવાબ:જે આહારમાં ખોરાક ના બધા જ પોષડ દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેના થી પૂરતું પોષણ મળી રહે તેવા આહાર ને સમતોલ આહાર કહે છે. સમતોલ આહાર લેવાથી ત્રુટીજન્ય રોગો થતા નથી. 
(6)ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યાં તેની યાદી બનાવો. શું તમે તેને સમતોલ આહાર કહી શકશો ? શા માટે? 
જવાબ:ગઈ કાલે અમે દાળ-ભાત, શાક, રોટલી, છાશ, કઢી-ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો. હા, તેમાં બધાં જ પોષક તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર છે.

(7) નીચે આપેલ ખાદ્યદાર્થોમાં પોષકદ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે મુજબના પરીક્ષણ કરો.

poshak dravyoni nodh

(8) રૂક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ધટક છે. કારણ આપો. 
જવાબ: રૂક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે રૂક્ષાંશ પાચનમાં ખુબજ ઉપયોગી છે તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે.
(9) આપેલી પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતાં તમને સમતોલ આહારના કયા ધટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો.
Samtol aharna ghatako


(10) શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? 
જવાબ: શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં. 

(11) દૂધને સમતોલ આહાર કહેવાય છે. કારણ આપો. 
જવાબ: દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે, દૂધમાં વિટામિન C નથી પરંતુ દૂધમાં આહારના બધાં જ પોષક દ્રવ્ય હોય છે, તેથી દૂધ સમતોલ આહાર કહેવાય છે.

(12) સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? 
જવાબ: સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધાજ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય. 
દા.ત. અનાજ, કઠોળ, શાકભાજી, લીલા પાંદડા, મગફળી, તલ, કોપરું કપાસિયાનો ખોળ અને બનાસ દાણા વગેરે ગ્રહણ કરવું જોઇએ. 

(13) ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ ? 
જવાબ: એક કે વધુ પોષકદ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ.

(14) જોડકા જોડો.

Jodka jodo
(15) તમારા વર્ગમાં અભ્યાસ કરતા નિરવનું શરીર ખૂબ જાડું છે. તેણે તેની ભોજનની ટેવમાં શું-શું ફેરફાર કરવો જોઈએ? 
જવાબ: નીરવ નું શરીર ખૂબ જાડું છે તો તેને ભોજનમાં ચરબી યુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. 

(16) રમતના મેદાનમાં રમતાં રમતાં તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતાં ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો ? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય, તો શું થાય ? 
જવાબ: લીંબુ શરબત અને નાળિયેરનું પાણી પીવા કહીશું અને તડકામાં જતાં રોકીશું, જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઇડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થાઈ શકે છે.

(17) શાળામાં આપવામાં આવતા મધ્યાન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનું બનાવો.

madhyahan bhojan




No comments:

Post a Comment