GSEB Class 9 Science Important Questions Chapter 2

 GSEB Class 9 Science Important Questions Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

Chapter 2 આપણી આસપાસનાં દ્રવ્યો શુદ્ધ છે?

પ્રશ્ન 1.દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. 

જવાબ: દ્રવ્યને કણો અતિસૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો (અવકાશ) રહેલાં હોય છે. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે ગતિજ ઊર્જા ધરાવે છે. તાપમાન વધતાં કણોની ગતિજ ઊર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે.

પ્રશ્ન 2. ઘન અવસ્થાની ચાર લાક્ષણિકતાઓ જણાવો. 

જવાબ: ઘન પદાર્થપર બાલ દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. ઘન પદાર્થ તરલ હોતા નથી. આથી વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં કેરકાર થવો મુશ્કેલ છે. આથી જ તેઓ દઢ હોય છે.

પ્રશ્ન 3.  0.5 g ક્ષારને 25 g પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે. તો તે દ્રાવણની સાંદ્રતા વજન-વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો.
જવાબ:
દ્રાવ્ય(ક્ષાર)નું વજન = 0.5 g
દ્રાવક(પાણી)નું વજન = 25.0 g
દ્રાવણનું વજન = 25.5 g

પ્રશ્ન 4. મહેશ ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરે છે, તેનું કારણ આપો. 

જવાબ: સુતરાઉ કાપડ પતલુ હોવાથી તેમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે અને તેથી ગરમી ઓછી લાગે છે તેથી ઉનાળામાં સુતરાઉ કાપડ પહેરવાનું પસંદ કરવું જોઈએ

પ્રશ્ન 5.
120 g દ્રાવણ 16 g યુરિયા ધરાવે છે, તો આ દ્રાવણની સાંદ્રતા વજન-વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો.
જવાબ: 
દ્રાવ્ય (યુરિયા)નું વજન = 16 g
દ્રાવણનું વજન = 120 g.

પ્રશ્ન 6.
500 mL પાણીમાં 30 g લૂકોઝ અને 20 g સામાન્ય ક્ષાર ઓગાળીને દ્રાવણ બનાવેલું છે, તો આ દ્રાવણમાં (a) ગ્યુકોઝ અને (b) સામાન્ય ક્ષારની સાંદ્રતા વજન-વજનથી ટકાવારીમાં શોધો. (પાણીની ઘનતા = 1 g / mL).
જવાબ: 
પાણીની ઘનતા = 1 g/ mL હોવાથી પાણીદ્રાવક)નું વજન = 500 g
દ્રાવ્ય (ગ્યુકોઝ)નું વજન = 30 g
દ્રાવ્ય (સામાન્ય ક્ષાર)નું વજન = 20 g

∴ દ્રાવણનું વજન = (30 + 20 + 500) = 550 g
(a) ગ્યુકોઝ માટે વજન-વજનથી ટકાવારી

(b) સામાન્ય ક્ષાર માટે વજન-વજનથી ટકાવારી

પ્રશ્ન 7.
150 g દ્રાવણમાં 12 દુ મીઠું દ્રવેલું છે, તો દ્રાવણની સાંદ્રતા % w/w માં ગણો.
જવાબ: 
દ્રાવ્યનું (મીઠાનું) દળ = 12 g; દ્રાવણનું દળ = 150 g

પ્રશ્ન 8.
160 mત પાણીમાં 40 mL આલ્કોહોલ ભેળવેલો છે, ૨ તો દ્રાવણની સાંદ્રતા % v/vમાં ગણો.
જવાબ: 
દ્રાવ્ય (આલ્કોહોલ)નું કદ = 40 mL

પ્રશ્ન 9. પ્રવાહીની તુલનામાં વાયુઓમાં પ્રસરણ વધુ હોય છે. કારણો સાથે સમજાવો. 

જવાબ:  કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે.

પ્રશ્ન 10. તફાવત આપો: મિશ્રણ અને સંયોજન

મિશ્રણસંયોજન
1. બે અથવા વધારે તત્ત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે.1. બે અથવા વધારે તત્ત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહે છે.
2. મિશ્રણ તેમનામાંના ઘટક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે છે.2. સંયોજનમાં બનતો નવો પદાર્થ મૂળ ઘટક પદાર્થોના ગુણધર્મ બદલીને નવા જ ગુણધર્મો દર્શાવે છે.
3. તેમાં ઘટક તત્ત્વોના પ્રમાણ અને બંધારણ નિશ્ચિત હોતા નથી.3. તેમાં ઘટક તત્ત્વોના પ્રમાણ અને બંધારણ હંમેશાં નિશ્ચિત હોય છે.

પ્રશ્ન 11. બાષ્પીભવનને કારણે ઠંડક થતી હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી કોઈપણ બે ઘટનાઓ લખો.
જવાબ: જ્યારે આપણે માટલુ ખુલ્લામાં રાખીએ છીએ ત્યારે એમાં રહેલું પાણી ઠંડુ થઈ જાય છે એ બાષ્પીભવનનું રોજના જીવનમાં ઉદાહરણ છે.

પ્રશ્ન 12. ઉનાળામાં આપણે કયા પ્રકારનાં કપડાં પહેરવા જોઈએ?

 જવાબ: ઉનાળામાં આપણે સુતરાઉ કાપડ પહેરવા જોઇએ કારણ કે સુતરાઉ કાપડ પતલા હોવાથી તેમાં હવાની અવરજવર સામાન્ય રીતે સારી થાય છે અને આપણને ગરમી ઓછી લાગે છે.



No comments:

Post a Comment